સોને મઢેલા આર્યુવેદિક ગ્રંથોની ગજસવારીનુ સાક્ષી બનશે અમદાવાદ

http://www.gnsgujarat.com/article.php?article_id=2675

સોને મઢેલા આર્યુવેદિક ગ્રંથોની ગજસવારીનુ સાક્ષી બનશે અમદાવાદ

Date : 05/12/2011 20:35
 
 
 
 
 
 
 
 
 
 

6 જેટલા આર્યુવેદિક ગ્રંથ ને સોનામા મઢીને તેની ગજરાજ પર સવારી નીકળશે ત્યારે અમદાવાદ દેશનુ પ્રથમ શહેર હશે જે આ અદભુત ધટનાનુ સાક્ષી બનવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કરશે.18મી ડિસેમ્બરના રોજ આશ્રમરોડ પર આવેલ વલ્લભસદન થી આ યાત્રા સ્વામીનારાયણ ગુરૂકુળ મેમનગર પહોચશે.એકટીવ આર્યુવેદિસ્ટ ઓરગેનાઈઝેશન ઈન્ટરનેશનલ ટ્રસ્ટ અને એસ.જી.વી.પી.ના સંયુકત ઉપક્રમે યોજાનાર આ રેલી મા આર્યુવેદના ગ્રંથોને ગજરાજ પર સોનેથી મઢીને મુકવામા આવશે અને એક ગજરાજ પર આર્યુવેદિક વનસ્પતિઓને મુકીને તેને પણ આ યાત્રામા સમાવવામા આવશે.આ યાત્રામા 50 જેટલા નામી વૈદરાજો પણ ભાગ લેશે.

ત્રણ દિવસીય આ મહોત્સવમા પ્રથમ બે દિવસ એટલેકે 16-17ડિસેમ્બરના રોજ છારોડી ગુરૂકુળ ખાતે એક ઈન્ટરનેશનલ સેમિનાર પણ યોજવામા આવ્યો છે કે જેમા દેશવિદેશના વૈદરાજો ભાગ લેવા અમદાવાદ આવી પહોચશે.

16થી18 ડિસેમ્બર દરમ્યાન યોજાનારા આર્યુવેદા મહારન યાત્રા 2011- સદગ્રંથો નો મહોત્સવ આર્યુવેદમા રસ ધરાવનાર દરેક માટે ભારતીય પ્રાચીન જ્ઞાનસાગરનુ મંથન કરનાર બની રહેશે.

 

Add new comment