Welcome to Amrutarogyam

ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરા જળવાઈ રહે એવા શુભાશય થી પ. પૂ શ્રી જોગી સ્વામીના વરદ હસ્તે અમદાવાદ છારોડી ખાતે SGVP ની સ્થાપના કરવામાં આવેલ છે.

રોગથી પીડાતા માનવીઓને સેવા કરવી એવી શ્રીજી મહારાજ ની આજ્ઞાને અનુલક્ષીને એપ્રિલ 2006 થી અમદાવાદમાં મેમનગર તથા છારોડી ખાતે અમૃતારોગ્યમ ના નામે “નિરામય” વિભાગની શરૂઆત કરવામાં આવી. ગુજરાત સરકાર માન્ય અમૃતારોગ્યમ દ્વારા નીર્મીત પંચગવ્ય અને આર્યુવેદની વનસ્પતિઓનાં સમન્વયથી દવાઓનું સંશોધન તથા નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. દેશમાં વિદ્વાન વૈદ્યરાજશ્રીઓ તથા આપણા સંતો આ કાર્યમાં સેવારત તેમના માર્ગદર્શન પ્રમાણે આપણી કામધેનું ગૌશાળાની શાસ્ત્રોક્ત રીતે જતન કરેલ આશરે “165” જેટલી ગીર ગાયોના પંચગવ્યનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. દવા ઉપરાંત પંચગવ્ય આધારીત અનેક સૌદર્ય પ્રશાધનો જેમકે ટુથપેસ્ટ, નાહ્વાના સાબુ, શેમ્પુ, ફેસક્રિમ, બામ, ચ્યવનપ્રાશ, આમળાજાંબુ વગેરેનું ઉત્પાદન ઋતુ પ્રમાણે કરવામાં આવે છે. જેનો અનેક લોકો આજે લાભ લઈ રહ્યા છે.

નિષ્ણાત વૈદ્યરાજશ્રીઓના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પધ્ધતિથી નિર્માણ પવીત્ર દવાઓથી અનેક દર્દીઓને કેન્સર, હ્ર્દયની નળીઓના અવરોધ, હ્ર્દય ના વાલ્વની ખરાબી, હૃદય પહોળું થવું. ડાયાબીટીસ, હરસ મસા, પથરી, પીતાશયની પથરી, જ્ઞાનતંતુ પરનું દબાણ, મણકા સાંધાઓની સમસ્યાઓમાં શસ્ત્રક્રિયા વગર સારું થયું છે. નિસંતાન દંપત્તિને સંતાન પ્રાપ્તિ થઈ છે. કીડની ના રોગીઓને ડાયાલીસીસથી મુક્તિ મળેલ છે.

આ માનવસેવા કાર્યના ક્ષેત્રે હજુ ઘણો અવકાશ જોતા પરમ પૂજ્ય વિદ્વતવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ના શુભ સંકલ્પથી SGVP નાં પ્રાંગણમાં જ ભવ્ય આયુર્વેદિક કોલેજ, હોસ્પિટલ, હેલ્થરીસોર્ટ તથા પંચગવ્ય રીસર્ચ સેન્ટરનું નિર્માણ નિકટ ભવિષ્યમાં થવા જઈ રહ્યું છે. પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી આ શુભ સંકલ્પને સાકાર કરવા સતત પ્રવૃત તથા પ્રયત્નશીલ છે. તેઓશ્રીના માર્ગદર્શન દ્વારા “અમૃતારોગ્યમ” નો વ્યાપ દિનપ્રતિદિન કેટલો વધતો જાય છે એનો ખ્યાલ નીચે દર્શાવેલ આંકડાઓ પરથી આવે છે.

એપ્રિલ ૨૦૦૬ થી શરૂ થયેલ આ સેવાથી ૨૦૦૬ માં કુલ ૯૬૩ દર્દીઓએ સારવારનો લાભ લીધેલ. જે વધીને ૨૦૧૧ માં ૩૧૭૪ થયેલ છે.

અમૃતારોગ્યમ્ દ્વારા દરરોજ ઓ.પી.ડી. ઉપરાંત વિવિધ સ્થળોએ આરોગ્ય કેમ્પનું પણ આયોજન થાય છે. જેમાં અનેક દર્દીઓ લાભ લે છે. ઓ.પી.ડી.માં નિષ્ણાંત વૈદરાજશ્રીઓ દ્વારા વિનામૂલ્યે નિદાન તથા રાહત દરે સારવાર આપવામાં આવે છે. તદ્ઉપરાંત જે રીતે બાળકોને પોલિયો આદીની રસી આપવામાં આવે છે તેવી રીતે અમૃતારોગ્યમ્ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે પુષ્યનક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરાવવામાં આવે છે. દારૂ, બીડી, સિગારેટ, તમાકુ જેવા વ્યસન છોડાવવા માટેની સારવાર આપવામાં આવે છે તથા જાલંધર યોગ પદ્ધતિ દ્વારા હલતો-સડેલો દાંત પાડી આપવામાં આવે છે.

Amrutarogyam

Amritarogyam


The administration of Amrutarogyam Ayurvedic Pharmacy in the section of "Niramayam" conducted by SGVP is carried our properly. Various medicines are prepared from the Panchgavya of nearly 250 Gir cows of "Kamdhenu Sadnam" under the supervision of expert doctors render free services to Ahmedabad Gurukul and SGVP through Amrutarogyam and treatment to patients is given at reasonable cost by the institution.